ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. COVID Hospital

1. Ahmedabad: ધન્વન્તરી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાઈ, ટોકન વગર પણ દર્દીઓને કરાશે દાખલ

ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે.

આજે સવારથી જ ધન્વન્તરી હોસ્પિટલમાં ટોકન વગર સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાઇ રહ્યાં છે. દર્દીની ગંભીરતાના આધારે ટોકન વગર પણ એડમિશન અપાઈ રહ્યું છે. સાથે જ દાખલ થયેલા દર્દીઓની ઇમરજન્સી સેવા માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ પણ હોસ્પિટલની બહાર કાર્યરત કરાઈ છે.

હાલમાં જ શરૂ કરાયેલી ધન્વન્તરી કોવિડ હોસ્પિટલની બહાર આજે પણ દર્દીઓ અને તેમના સ્વજનોની લાંબી લાઈન જોવા મળી છે. વહેલી સવારથી જ દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈન લગાવવા ઉભા છે. પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યાં છે. ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે મોટાપાયેલ ટોકન સિસ્ટમ પર થયેલા હોબાળા બાદ હવે આજથી ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવી રહ્યાં છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે.