રાહુલ ગાંધીની જુનાગઢ મુલાકાત, આવતીકાલે 12 વર્ષની માહી સુરાણી આપશે કવિતા ભેટ

રાહુલ ગાંધીને મળવા માટે જૂનાગઢની 12 વર્ષની માહી સુરાણી પણ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ભવનાથમાં ચાલી રહેલા જિલ્લા અધ્યક્ષોના પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ઉડાન ન ભરી શક્યું. આ કારણે કાર્યક્રમ આવતીકાલ સુધી મોકૂફ રહ્યો છે.

1. રાહુલ ગાંધીની જુનાગઢ મુલાકાત, આવતીકાલે 12 વર્ષની માહી સુરાણી આપશે કવિતા ભેટ

જૂનાગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ભવનાથમાં ચાલી રહેલા જિલ્લા અધ્યક્ષોના પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ઉડાન ન ભરી શક્યું. આ કારણે કાર્યક્રમ આવતીકાલ સુધી મોકૂફ રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી આવતીકાલે સવારે 11 વાગ્યાની આસપાસ જુનાગઢની મુલાકાતે આવશે અને પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં તેઓ જિલ્લા પ્રમુખોને આગામી સામાન્ય ચૂંટણીઓ અને પાર્ટી સંગઠનને મજબૂત કરવા અંગે માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને મળવા માટે જૂનાગઢની 12 વર્ષની માહી સુરાણી પણ પહોંચી હતી. માહીએ રાહુલ ગાંધી માટે એક સુંદર કવિતા લખી હતી, જે તે આજે તેમને ભેટ આપવા માગતી હતી. જોકે, કાર્યક્રમ મોકૂફ થતાં તેણે આજે રાહુલ ગાંધીને કવિતા ભેટ આપી શકી નથી. માહીએ આવતીકાલે રાહુલ ગાંધીને મળીને તેમને કવિતા ભેટ આપવાની અને ગાંધીની ભૂમિમાં તેમનું સ્વાગત કરવાની ખુશી વ્યક્ત કરી છે.

પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, "એક અઠવાડિયાના ગાળામાં 2 ટૂંકી મુલાકાતો રાહુલ ગાંધીનું ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે દર્શાવે છે કે આગામી મહિનાઓમાં, વિરોધ પક્ષ રાજ્યની તમામ 182 વિધાનસભા ક્ષેત્રોનો પ્રવાસ કરવાની યોજના ધરાવે છે. જેથી જમીની સ્તરની પરિસ્થિતિનો ખ્યાલ આવે.

આ મુલાકાતો દરમિયાન, ભૂતપૂર્વ કોંગ્રેસ વડા સંબંધિત જિલ્લા એકમના વડા સાથે સ્થાનિક મુદ્દાઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા કરશે અને નવી વ્યવસ્થામાં સ્થાનિક વડાઓનું મહત્વ દર્શાવવા માટે તેમના ઘરે રાત્રિ રોકાણ પણ રાહુલ ગાંધી કરી શકે છે.