1. રાહુલ ગાંધીની આજની જૂનાગઢ મુલાકાત પણ રદ, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં થઈ શકે છે મોટી સભા
જુનાગઢ: ગઈ કાલે ગુરૂવારે રાહુલ ગાંધી જુનાગઢના પ્રેરણા ધામમાં ચાલી રહેલી જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ઉડાન ન ભરી શકતા ગઈકાલનો કાર્યક્રમ આજ સુધી મુલતવી રહ્યો હતો, પરંતુ આજે પણ રાહુલ ગાંધીના અન્ય જગ્યા પર નિર્ધારિત કાર્યક્રમને કારણે રાહુલ ગાંધીની જૂનાગઢ મુલાકાત રદ થઈ છે. પરંતુ આવનારા દિવસોમાં રાહુલ ગાંધી ફરી જુનાગઢ આવીને કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાની સાથે ચૂંટણી લક્ષી રણનીતિ બનાવતા પણ જોવા મળશે.
રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આજની સંભવિત જુનાગઢ મુલાકાત પણ રદ કરી દેવામાં આવી છે, જુનાગઢના ભવનાથના પ્રેરણા ધામમાં પાછલા દસ દિવસથી સમગ્ર ગુજરાતના જિલ્લા અને મહાનગરના પ્રમુખોની એક પ્રશિક્ષણ શિબિર આયોજિત થઈ હતી જેના સમાપન પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જુનાગઢ એક અઠવાડિયામાં બીજી વખત આવી રહ્યા હતા પરંતુ ગઈકાલે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ઉડાન ન ભરી શકતા રાહુલ ગાંધીનો જુનાગઢનો કાર્યક્રમ ગઈકાલે સ્થગિત કરવામાં આવ્યો હતો, અને તેની જગ્યા પર આજે શુક્રવારે રાહુલ ગાંધીની મુલાકાત ગોઠવાણી હતી, પરંતુ તેમના અગાઉથી અન્ય પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે રાહુલ ગાંધીની આજની મુલાકાત પણ રદ કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં ફરી એકવાર મુલાકાત ગોઠવાઈ તેવી શક્યતા
જ્યારથી રાહુલ ગાંધીએ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકીને ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે, આ પ્રકારની રાજકીય ચેલેન્જ આપી હતી, ત્યારથી જ એવું મનાઈ રહ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતની સતત મુલાકાતે આવતા રહેશે, તેના ભાગરૂપે પાછલા એકાદ મહિનામાં રાહુલ ગાંધીની ચારથી પાંચ વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે, અને તેઓ સતત હવે ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધે અને વોટ ચોરી સહિત અનેક મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓ ગુજરાતના પ્રત્યેક મતદારો સુધી પહોંચે તે માટે સતત કાર્યક્રમ માટે ગુજરાતમાં હાજરી આપતા જોવા મળશે.
રાહુલ ગાંધીનો ગઈકાલનો જુનાગઢ કાર્યક્રમ સ્થગિત થઈને આજ પર નિર્ધારિત થયો હતો, પરંતુ આજે પણ કાર્યક્રમને અંતિમ સમયે રદ કરી દેવામાં આવ્યો છે. જેથી આવનારા દિવસોમાં રાહુલ ગાંધી ફરી એક વખત સૌરાષ્ટ્રમાં કે જૂનાગઢમાં કોઈ રાજકીય સભા કે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટેની બેઠકનું આયોજન થાય અને તેમાં તેઓ સ્વયંમ હાજર રહે આ પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.