રવિવારે સૂર્યગ્રહણ અને પિતૃપક્ષનો છેલ્લો દિવસ: શું સર્વપિતૃ અમાસના શ્રાદ્ધકર્મ પર કોઈ અસર થશે? જાણો તર્પણ માટે કુતુપકાળ અને કયાં શુભ કાર્યો કરી શકાય

21 સપ્ટેમ્બર, રવિવારે સર્વપિતૃ અમાવસ્યા છે. આ દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન જેવી ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવામાં જો આ દિવસે સૂર્ય કે ચંદ્રગ્રહણનો સંયોગ બને તો ધાર્મિક વિધિઓ કે અનુષ્ઠાન વગેરે કરવામાં આવતાં નથી. સ્નાન, દાન અને પૂજા જેવી ક્રિયાઓ સામાન્ય રીતે ગ્રહણ સમાપ્ત થયા પછી કરવામાં આવે છે, પર...

1. રવિવારે સૂર્યગ્રહણ અને પિતૃપક્ષનો છેલ્લો દિવસ: શું સર્વપિતૃ અમાસના શ્રાદ્ધકર્મ પર કોઈ અસર થશે? જાણો તર્પણ માટે કુતુપકાળ અને કયાં શુભ કાર્યો કરી શકાય

21 સપ્ટેમ્બર, રવિવારે સર્વપિતૃ અમાવસ્યા છે. આ દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન જેવી ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવામાં જો આ દિવસે સૂર્ય કે ચંદ્રગ્રહણનો સંયોગ બને તો ધાર્મિક વિધિઓ કે અનુષ્ઠાન વગેરે કરવામાં આવતાં નથી. સ્નાન, દાન અને પૂજા જેવી ક્રિયાઓ સામાન્ય રીતે ગ્રહણ સમાપ્ત થયા પછી કરવામાં આવે છે, પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે શું સર્વપિતૃ અમાવસ્યા અને સૂર્યગ્રહણનો યોગ શ્રાદ્ધકર્મ અસર કરશે?

ભારતીય સમય પ્રમાણે, સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10.59 વાગ્યે શરુ થશે અને મોડી રાત્રે 03.23 વાગ્યે સમાપ્ત થશે, તેથી 21 સપ્ટેમ્બરના રોજ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી એનો સૂતકકાળ પણ ભારતમાં લાગુ પડશે નહીં. આ કારણે આખા દિવસ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કોઈપણ વિક્ષેપ વગર તમે કરી શકશો.

સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ-તર્પણનો સમય શું રહેશે? જ્યોતિષાચાર્ય સચિન જોષીના જણાવ્યાનુસાર, તમે આ દિવસે સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધી તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકશો. સૂતકકાળ ન હોવાને કારણે આ દિવસે મંદિરના કપાટ પણ ખુલ્લા રહેશે તેમજ પૂજા કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈ બાધા રહેશે નહીં. તમારા પૂર્વજોનું શ્રાદ્ધ, પિંડદાન કર્યા પછી તમે બ્રાહ્મણ ભોજન અને દાન-દક્ષિણા આપી શકશો.

પિતૃપક્ષનો છેલ્લો દિવસ એટલે સર્વપિતૃ અમાસ આ દિવસે પરિવારના તે મૃત સભ્યોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમનું મૃત્યુ અમાસ, પૂનમ કે ચૌદશ તિથિએ થયું હોય. જો કોઇ વ્યક્તિ બધી જ તિથિઓ પર શ્રાદ્ધ કરી શકે નહીં તો માત્ર અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. અમાસના દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ, પરિવારના બધા જ પૂર્વજોના આત્માને પ્રસન્ન કરવા માટે પૂરતું હોય છે. જે પૂર્વજોની પુણ્યતિથિ જાણતા ન હોય, તેમનું શ્રાદ્ધ અમાસ તિથિએ કરી શકાય છે, એટલે એને સર્વપિતૃ મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ શુભ કાર્ય ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે, સર્વ પિતૃ મોક્ષ અમાસ સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ દિવસભર કરી શકાય છે. આ દિવસે પિતૃપક્ષ સમાપ્ત થાય છે. આ અમાસ પર પૂર્વજો માટે ધૂપ અને ધ્યાન ચોક્કસપણે કરવું જોઈએ. આ દિવસે અનાજ, કપડાં કે પૈસાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરો, ગાયોને લીલું ઘાસ ખવડાવો. બાળકોને અભ્યાસ સામગ્રીનું દાન કરો.

અમાવસ્યા પર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા પણ છે. જો તમે નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરી શકો છો. સ્નાન કર્યા પછી દાન ચોક્કસપણે કરવું જોઈએ.

ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો. પીપળના ઝાડને જળ ચઢાવો અને પરિક્રમા કરો. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન કૃષ્ણનો અભિષેક કરો અને માખણ મિશ્રી ચઢાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.