હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs narendra modi mallikarjun kharge h 1b visa fee hike

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે.

1. હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs narendra modi mallikarjun kharge h 1b visa fee hike

Rahul Gandhi on H1B Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. 

H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન

એવામાં અમેરિકા દ્વારા H-1B વિઝાની અરજી ફી વધારવા પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. આજે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'હું ફરી કહું છું કે, ભારતના વડાપ્રધાન નબળા છે.' રાહુલે 2017ની એક પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં તેમણે તે સમયે પણ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે, 'પીએમએ H-1B વિઝા મુદ્દે અમેરિકા સાથે વાત કરી નથી.'

મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પર પ્રહાર 

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું કે, 'પીએમ મોદીએ જન્મદિવસ પર જે 'રિટર્ન ગિફ્ટ' આપી છે તેનાથી દરેક ભારતીય દુ:ખી છે. રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. ગળે મળવું અને લોકો પાસે 'મોદી-મોદી'ના નારા લગાવવા એ વિદેશ નીતિ નથી. વિદેશ નીતિનો અર્થ આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું છે. ભારતને સર્વોચ્ચ રાખવું, અને સમજદારી અને સંતુલન સાથે મિત્રતાને આગળ વધારવી. તેને એક દેખાડા તરીકે ગણી શકાય નહીં, જેનાથી આપણી પ્રતિષ્ઠાને નુકસાન થવાનો ભય હોય.'

આ અંગે ખડગેએ વધુમાં કહ્યું કે, 'H-1B વિઝા પર $1 લાખની વાર્ષિક ફી ભારતીય ટેક કર્મચારીઓને સૌથી વધુ અસર કરે છે, કારણ કે 70% H-1B વિઝા ધારકો ભારતીય છે. ભારત પર પહેલેથી જ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. માત્ર 10 ક્ષેત્રોમાં ભારતને ₹2.17 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

જાણો શું છે H-1B વિઝા?

- H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા લોટરી દ્વારા આપવામાં આવે છે કારણ કે દર વર્ષે ઘણા લોકો તેના માટે અરજી કરે છે.

- આ વિઝા IT, આર્કિટેક્ચર અને હેલ્થ જેવા સ્પેશિયલ ટેકનિકલ સ્કિલવાળા લોકો માટે જાહેર કરવામાં આવે છે.

- આ વિઝાની સમય મર્યાદા 3 વર્ષ માટે હોય છે, પરંતુ જરૂર પડ્યે તેને વધુ 3 વર્ષ માટે વધારી શકાય છે. તેમજ તેને રિન્યુ કરાવવા પર ₹6 લાખ સુધીની ફી ભરવી પડતી હતી.

- પરંતુ હવે નિયમોમાં ફેરફાર બાદ દર વર્ષે ₹88 લાખ ફી ભરવી પડશે.

અમેરિકી સરકાર દર વર્ષે 85,000 H-1B વિઝા જાહેર કરે છે, જેનો ઉપયોગ મોટાભાગે ટૅક્નોલૉજીને લગતી નોકરીઓ માટે થાય છે. આ વર્ષ માટેની અરજીઓ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. સરકારી આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતને મળ્યો હતો. જોકે, આ વિઝા કાર્યક્રમની ટીકા પણ થાય છે. ઘણા અમેરિકન ટેક કર્મચારીઓનું કહેવું છે કે કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ પગાર ઘટાડવા અને અમેરિકન કર્મચારીઓની નોકરીઓ છીનવી લેવા માટે કરે છે.