જમીનનાં કામો માટે સરકારી કચેરીના ધક્કાઓ બંધ: ઘેરબેઠાં 2 મિનિટમાં 7/12ના ઉતારા કે જમીનના NAનાં કાગળિયાં મળશે, પણ આ 3 ભૂલ ન કરો
શું તમે 7/12ના ઉતારા, વારસાઈ નોંધ કે જમીન માપણી જેવાં કામો માટે સરકારી કચેરીઓની લાંબી લાઈનો અને વચેટિયાના ધક્કા ખાઈને કંટાળી ગયા છો?
તો મારા ખેડૂતભાઈઓ, હવે તમારી આ બધી જ ચિંતાઓનો અંત આવી ગયો છે. ગુજરાત સરકારના iORA પોર્ટલે હવે સરકારી ઓફિસને તમારા મોબાઈલ ફોનમાં લાવી દીધી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વહીવટને ફેસલેસ, પેપરલેસ અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનો છે.
આ પોર્ટલ પર ફક્ત 7/12 જ નહીં, પરંતુ વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી 40થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ તમે ઘેરબેઠાં લઈ શકો છો. આનાથી તમારો સમય અને પૈસા બંને બચશે.
ચાલો... 5 સ્ટેપ્સમાં 7/12નો ઉતારો કાઢીએ
ભાસ્કર એક્સપ્લેનર તમને 5 સરળ સ્ટેપમાં 7/12નો ઉતારો ઓનલાઈન કેવી રીતે મેળવવો એ લાઈવ બતાવે છે. આ ડિજિટલી સાઈન કરેલો ઉતારો બધી જ સરકારી કચેરીઓમાં માન્ય ગણાય છે.
સાવધાન: લાખો લોકો આ 3 સામાન્ય ભૂલો કરે છે
7/12નો ઉતારો મેળવવો સરળ છે, પરંતુ iORA પોર્ટલ પર બીજી અરજીઓ કરતી વખતે લાખો લોકો 3 સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે તેમની અરજી નામંજૂર થઈ શકે છે. આ ભૂલો તમે ન કરતા.
ભાસ્કર એક્સપ્લેનરની સ્માર્ટ ટિપ: સર્વે નંબર ભૂલી ગયા?
ઘણીવાર ખેડૂત ભાઈઓને પોતાની જમીનનો સર્વે નંબર યાદ નથી હોતો. જો તમારી સાથે પણ આવું થાય તો ગભરાવાની જરૂર નથી. તમે ગુજરાત સરકારના જ બીજા પોર્ટલ ‘AnyROR’ પર જઈને ફક્ત તમારા નામથી પણ સર્વે નંબર શોધી શકો છો.
આપણા સૌનો લક્ષ્ય એક જ છે: ગુજરાતનો કોઈપણ નાગરિક હવે સરકારી કામ માટે ધક્કા ન ખાય, તેથી આ અત્યંત ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી તેમને પણ સરકારી કચેરીઓના ધક્કા ખાતાં બચાવો. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ.
વધુ માહિતી માટે વીડિયો જોવા સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરો