ભાજપના નેતાએ કહ્યું, 'સરકાર મોકલે રૂપિયો, કામ 30 પૈસાનું થાય': ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા, અધિકારીઓ-કોન્ટ્રેક્ટરોને ખુલ્લા પાડી દીધા
ભાજપના નેતાએ કહ્યું, 'સરકાર મોકલે રૂપિયો, કામ 30 પૈસાનું થાય':  ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા, અધિકારીઓ-કોન્ટ્રેક્ટરોને ખુલ્લા પાડી દીધા
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય, તેઓ ખૂલીને ક્યારેય બોલતા નહીં, પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની છે કે નેતાઓ શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે. ક્યારેક કોઇ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે તો કોઈ જાહેરમાં નિવેદન આપે છે. આંતરિક જૂથવાદ હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, હવે તો સિનિયર નેતાઓ પણ જાહેરમાં આવીને બોલવા લાગ્યા છે. થોડા દિવસો પહેલાં દિવ્ય ભાસ્કરે ભાજપ.

ભાજપના નેતાએ કહ્યું, 'સરકાર મોકલે રૂપિયો, કામ 30 પૈસાનું થાય': ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા, અધિકારીઓ-કોન્ટ્રેક્ટરોને ખુલ્લા પાડી દીધા

કૉપી લિંક

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય, તેઓ ખૂલીને ક્યારેય બોલતા નહીં, પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની છે કે નેતાઓ શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે. ક્યારેક કોઇ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે તો કોઈ જાહેરમાં નિ

ભાજપના ધારાસભ્યો બાદ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાને આવ્યા છે. તેમણે અમરેલી જિલ્લાના ખરાબ રસ્તાઓ અંગે સવાલ ઉઠાવ્યો અને અધિકારીઓ-કોન્ટ્રેક્ટર્સ પર મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

અમરેલી જિલ્લાના ખરાબ રસ્તાની ચાડી ખાતી તસવીર.અમરેલી જિલ્લાના ખરાબ રસ્તાની ચાડી ખાતી તસવીર.

'1 રૂપિયામાંથી 30 પૈસા જ વપરાય છે' અત્યારસુધી ભાજપના નેતાઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું ઉદાહરણ આપીને બોલતા કે રાજીવ ગાંધીએ એક વખત કહ્યું હતું કે સરકાર 1 રૂપિયો આપે છે, પણ એમાંથી 15 પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે, જોકે હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ આવું જ ઉદાહરણ આપી રહ્યા છે. નારણ કાછડિયાએ પણ કહ્યું હતું કે સરકારમાંથી 1 રૂપિયો આવે છે, પણ 30 પૈસા જ વપરાય છે. તેમના આ નિવેદન બાદ સવાલ એ ઊઠી રહ્યો છે કે જો અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર્સ 1 રૂપિયામાંથી ફક્ત 30 પૈસા જ વાપરે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે?

માત્ર નારણ કાછડિયા જ નહીં, પણ કામ ન થતું હોવાથી જાહેરમાં બોલનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બહુ લાંબું છે. આવા નેતાઓની વાત પણ કરીશું, પરંતુ પહેલા તો એ વાંચો કે નારણ કાછડિયાએ શું કહ્યું....

30 વર્ષમાં ક્યારેય રસ્તાઓ આટલા ખરાબ નથી થયા નારણ કાછડિયાએ કહ્યું હતું કે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ થોડા દિવસ પહેલાં એક પત્ર લખ્યો હતો, જેમાં પંચાયતના રસ્તાઓ, સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે અંગે ઘણી ફરિયાદો કરી હતી. એ સમયે મેં પણ કહ્યું હતું કે અમરેલી જિલ્લાના 30 વર્ષના રાજકારણમાં ક્યારેય પણ રસ્તાઓ આટલા ખરાબ નથી થયા.

નારણ કાછડિયાએ ખરાબ રસ્તા રિપેર કરવાની માગ કરી હતી.નારણ કાછડિયાએ ખરાબ રસ્તા રિપેર કરવાની માગ કરી હતી.

'અમરેલીથી સાવરકુંડલા, સાવરકુંડલાથી મહુવા, સાવરકુંડલાથી રાજુલા, સાવરકુંડલાથી જેસર, સાવરકુંડલાથી ધારી આવા અનેક રસ્તાઓ છે, જ્યાં હજુ સુધી પેચવર્કનાં કામ થયાં નથી તો તાત્કાલિક ધોરણે જે રસ્તાઓ ગેરેન્ટી પિરિયડમાં છે એને રિપેરિંગ કરાવવા જોઇએ, જેથી લોકોને મુશ્કેલી ન પડે. છેલ્લા 2 દિવસમાં અમરેલી રોડ પર જ ખાડાના કારણે 2 અકસ્માત થયા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું એટલે આ ચિંતાના કારણે હું કહું છું કે રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય. અમરેલીથી સાવરકુંડલા વચ્ચેનો નેશનલ હાઇવે ક્યારેય આટલો ખરાબ હતો?'

'અધિકારીઓ-કોન્ટ્રેક્ટર્સની મિલીભગત' 'આજે અધિકારી અને કોન્ટ્રેક્ટર્સની મિલીભગતથી રસ્તાઓ ખરાબ થયા છે, જેનો ભોગ જનતા બની રહી છે. સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે. જેટલા રૂપિયા માગે એટલા મળે છે. કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જ્યાં-જ્યાં જરૂર પડે ત્યાં જે-તે વિભાગના વિકાસ માટે પૈસા આપે છે. અત્યારસુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે પૈસાના અભાવે કામ અટક્યું હોય છતાં અધિકારીઓની મંશા અને ઢીલી નીતિના કારણે આ કોન્ટ્રેક્ટર્સ જે કામ કરે છે એ ક્વોલિટી વગરનું કામ કરે છે, નબળી ગુણવત્તાવાળું કામ કરે છે.'

'અધિકારીઓના કારણે સરકાર બદનામ થાય છે' 'હું આ બોલ્યો એના પછી 5-10 લોકોએ નેગેટિવ કોમેન્ટ કરી છે, પણ મોટા પ્રમાણમાં લોકોએ મને કહ્યું કે આ બોલવાની જરૂર હતી, અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી. કોન્ટ્રેક્ટર્સ અને અધિકારીઓ પોતાની મનમાની કરે છે એટલા માટે તેમને કહેવાની જરૂર હતી. ઘણા એવા ઇસ્યુ બનતા હોય છે કે અધિકારીઓના કારણે સરકારે બદનામ થવું પડે છે.'

'સરકારની કોઇ ખામી નથી, પણ અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર્સને કારણે જનતા ભોગ બને છે, આવા ઘણા દાખલા પણ બન્યા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં બનાવ બન્યો હતો કે ખાડામાં એક્ટિવા પડી ગયું અને પતિ-પત્નીને કરંટ લાગતાં તેઓ મોતને ભેટ્યાં. આવા અનેક દાખલા છે એટલે આ બોલવું પડે છે. '

નારણ કાછડિયાની વાત અહીં પૂરી થાય છે. હવે એ પણ જાણી લો કે નારણ કાછડિયા જેના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે તે હિરેન હીરપરાએ ખરાબ રસ્તા અંગે શું રજૂઆત કરી હતી.

હિરેન હીરપરાએ લખ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે અતિખરાબ હાલતમાં છે. જિલ્લામાં બનતા નવા રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર્સ કાળી કમાણી કરીને પ્રજાને રોડ-રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. નબળા કામ બદલ કોઇ એજન્સીને દંડ થયો હોય અને વસૂલાત થઇ હોય તેવા દાખલા નહીંવત્ છે. કોઇની સામે પોલીસ ફરિયાદ થઇ નથી.

હિરેન હીરપરાએ બિસ્માર રસ્તાઓનો પણ આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

હિરેન હીરપરાએ પણ ખરાબ રસ્તા અંગે રજૂઆત કરી હતી.હિરેન હીરપરાએ પણ ખરાબ રસ્તા અંગે રજૂઆત કરી હતી.

એક હકીકત એ છે કે દર વર્ષે ચોમાસામાં રાજ્યના રસ્તાઓની હાલત ખરાબ થઇ જાય છે. ચૂંટણી હોય ત્યારે પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાતો પણ થાય છે, એટલે રસ્તાનો મુદ્દો ગુજરાતની જનતા માટે નવો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ખરાબ રસ્તાના કારણે લોકો ત્રાસી જાય છે. ખુદ ભાજપના પદાધિકારીઓ પણ આમાંથી બાકાત નથી.

ભાજપના નેતા આઇ.કે. જાડેજાએ અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તા અંગે 2019માં ટ્વીટ કરીને ઔડાના અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર્સ પર નિશાન સાધ્યું હતું. આઇ.કે. જાડેજાની આ પોસ્ટ જે-તે સમયે ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

આઇ.કે. જાડેજાની પોસ્ટ.આઇ.કે. જાડેજાની પોસ્ટ.

આવા તો ઘણાય નેતાઓ છે, જેઓ અધિકારી રાજ, ખાડી પૂર, ટ્રાફિકની સમસ્યા, ભ્રષ્ટાચાર, બોગસ ખેડૂત, આરોગ્ય, સિંહનાં મોત, ગટરની સમસ્યા જેવા મુદ્દાઓ ઉઠાવીને સરકારને અરીસો દેખાડી ચૂક્યા છે.

આમ, ભાજપના જ આ નેતાઓ વિકાસના દાવાની પોલ ખોલી રહ્યા છે.

What's your reaction?